સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

તળાજામાં છ દિવસમાં કાર્બન ખાતા ત્રણ ગાયના મોત

તળાજાઃ નગરમાં મનુષ્ય અને અબોલ જીવના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. ફ્રુટ જેવા ખાદ્ય પદાર્થોમાં અખાદ્ય કાર્બન નાખીને. તેમ છતાંય જવાબદાર પ્રશાસન આંખ આડા કાન કરી રહયુ છે. તેનો ભોગ જાણતા અજાણતામાં માનવ અને પશુઓ બની રહ્યા છે. ગૌવંશને બચાવવાનું ની અવિરતપણે કામગીરી કરતા નિમિત્ત મહેતાના જણાવ્યા પ્રમાણે છેલા છ દિવસમાં ત્રણ ગાયો કાર્બન ખાઈને મોતને ભેટી છે. જાહેરમાં ફેંકાતા કાર્બનખાઈને છૂટું મુકતું ગૌવંશ મોતને ભેટતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. જાણકારોના મંતવ્ય પ્રમાણે જે પ્રકારે જાહેરમાં જે કાર્બન ફેંકવામાં આવે છે તે પ્રથમ તો ફ્રુટ પકવવા સહિતના કામમાં લેવામાં આવે છે. જે સૌથી વધુ કાર્બનથી પકવેલા ફ્રુટને ખાવાથી માનવના આરોગ્યને પણ મોટું નુકસાન કરે છે. માનવ અને પશુઓના આરોગ્ય સાથે કાર્બન નાખી થતા ચેડાંને અટકાવવા પ્રશાસને પગલાં ભરવા જરૂરી છે.

(12:10 pm IST)