સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

વાંકાનેરમાં પેડક રોડ પરના શ્રી હનુમાનજી મંદિરે શ્રીરામચરીત માનસ જ્ઞાનયજ્ઞમાં શ્રીરામ જન્મોત્સવ ઉજવાયો

વાંકાનેર તા. ૧પ : વાંકાનેરના જડેશ્વર રોડ ઉપરની સરકારી હોસ્પીટલ પાસેના પેડક રોડ ઉપર આવેલ શ્રીરામભકત શ્રી હનુમાનજી મંદિરે શરૂ થયેલ શ્રીરામ ચરીત માનસ જ્ઞાનયજ્ઞના ચોથા દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ ધામધુમથી અને ભકિતરસ સાથે ઉજવાયો હતો. દિગ્વીજયનગર વિસ્તારના મહીલા મંડળના અને અન્ય શ્રોતાગણ બહેનોએ રાસ રમી ભગવાનના પ્રાગટય દિનને ઉજવ્યો હતો.

વ્યાસપીઠ પર બીરાજમાન પ્રખર રામાયણી પ.પૂ. શ્રી રેવાદાસબાપુ હરીયાણીના કંઠે કથામાં આવતા એક એક પ્રસંગોને દ્રષ્ટાંત સાથે સરળ શૈલીમાં સંગીતના સથવારે રજુ થઇ રહ્યા છે જેને લઇને શ્રોતાગણમાં પ્રતિદિન વધારો થઇ રહ્યો છે.

શ્રી હનુમાનજી મંદિરના મહંતશ્રી રાજારામબાપુ- જેશારામબાપુના નિમંત્રણને માન આપી આ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ભાઇઓ બહેનોના ભાવીક પ્રવાહ કથાનો લાભ લઇ રહ્યા છે. મોરબીવાળા કનુદાદા પંડયા પણ કથા સ્થળે વૈદીક મંત્રોચ્ચાર સાથે યજમાનોને પુજન સાથે કથા આવતા પ્રસંગોની તૈયારીને દિપાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે કથાના વકતા રેવાદાસ હરીયાણીને સાંભળવાએ પણ એક જીવનનો લહાવો છે.

(12:02 pm IST)