સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

દેશી દારૂ પ્રકરણમાં મોરબી ઠાકોર સેનાના પ્રમુખ ભરત કોળીનું નામ ખુલ્યું

મોરબી તા.૧૫: મોરબીના દેશી દારૂ પ્રકરણમાં ઠોકોર સેનાના પ્રમુખનું નામ ખુલતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવીઝન પોલીસે સિરામિક સીટીના આઇ-૬ ના સાતમાં માળે બ્લોક નં. ૭૦૨માં રસીલાબેન રમેશભાઇ સોલંકીના ઘરમાં દરોડો કરતા ૧૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો તેમજ દારૂનો જથ્થો આરોપી ભરત સોમાં બજાણીયા (ઉ.વ.૩૬) રહે. ત્રાજપર ચાર રસ્તા વાળાનું નામ ખુલ્યું છે આરોપી ભરત કોળી જિલ્લા ઠાકોર સેનાનો અગ્રણી છે અને ઠાકોર સેનાના કાર્યક્રમોના આયોજન પણ ભૂતકાળમાં તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. દેશી દારૂ પ્રકરણમાં ઠાકોર સેનાના પ્રમુખ ભરત કોળીની શોધખોળ હાથ ધરાઇ છે.

(11:54 am IST)