સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

ગારીયાધાર ઇવીએમ મશીનની પ્રીપ્રરેશન કામગીરી છ કલાક સુધી ખોરંભે ચડી

ગારીયાધાર તા. ૧પ :.. અમરેલી લોકસભા બેઠક ૧૪ હેઠળ ૧૦૧ ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં ઇવીએમ પ્રિપ્રરેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વોલ એન્જીનીયરો સમયસર નહી પહોંચતા છ કલાક સુધી આ કામગીરી ખોરંભે ચડી હતી.

ગારીયાધાર ૧૦૧ વિધાનસભા હેઠળ તમામ બુથના સંચાલકો માટે ઇવીએમ મશીનોની પ્રિપ્રરેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રેવન્યુ, પીજીવીસીએલ, તલાટી, આચાર્યો અને શિક્ષકો સહિતના તમામ કમર્િઓને વહેલી સવારે ગારીયાધાર એમ.ડી. પટેલ હાઇસ્કુલ ખાતે હાજર થવાના આદેશો અપાયા હતાં. પરંતુ  વોલ એન્જીનીયરો ૬ કલાક સુધી ન પહોંચતા આ ઇવીએમ મશીનોની પ્રિપ્રરેશન કામગીરી ખોરંભે ચડી હતી. જેના કારણે સવારે ૮ કલાકે શરૂ થનારી કામગીરી બપોરે ર.૩૦ કલાકે શરૂ થવા પામી હતી.

જયારે આ ચૂંટણી લક્ષી કામગીરીમાં મહુવા - જેસર - ગારીયાધાર સહિતના તમામ દુર દુરથી આવેલા કર્મચારીઓ રઝળતા જોવા મળ્યા હતાં. ૬ કલાક કામગીરી મોડી શરૂ થતા હાઇસ્કુલમાં બીછાવેલા ગાદલાઓમાં આરામ ફરમાવતા જોવા મળ્યા હતાં.

(11:49 am IST)