સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

વાંકાનેર પાસે બાઇક લઇને ઉભેલા બે ને ઇકોએ ઉલાળ્યા : મોહીબખાન ગંભીર

મોહીબખાનના ડાબા પગના ત્રણ ટુકડા થઇ ગયા : કોણીમાં પણ ફેકચર

તસ્વીરમાં બુકડો બોલી ગયેલ બાઇક અને ઇજાગ્રસ્ત યુવક નજરે પડે છે. (તસ્વીર મહમદ રાઠોડ વાંકાનેર)

વાંકાનેર તા ૧૫ : વાંકાનેર નજીક ઇકો કારના ચાલકે બાઇક લઇને ઉભેલા બે ને ઉલાળતા એક યુવકને ગંભીર ઇજા થઇ હતી.

મળતી વિગતો   મુજબ વાંકાનેર-રાજકોટ રોડ ઉપર કલાવડીના બોર્ડપાસે મોટર સાયકલ (જીજે-૩૬-સી-૯૨૨૯) લઇને ઉભેલા મોહીબખાન અફઝલખાન પઠાણ(ઉ.વ. ૨૦) તથા નાસીરખાન અનવરખાન પઠાણ  (રહે. વાંકાનેર) ને પુર ઝડપે આવી રહેલ ઇકો કાર  (જીજે-૩૬-એફ-૬૩૪૨) એ હડફેટે લેતા મોહીબખાન પઠાણને ગંભીર ઇજાઓ કરી કાર ચાલક ગાડી મુકીને ભાગી છુટેલ, ત્યારે ૧૦૮ ને જાણ કરતા ઇજાગ્રસ્ત મોહીબખાન ને  ગંભીર હાલતમાં વાંકાનેર ડો. દેલવાડીયા ની હોસ્પિટલમાં સારવારમાં લાવતા તેને ડાબા પગના ત્રણ ટુકડા, જયારે ડાબા હાથની કોણીનો ભુક્કો બોલી ગયો હતો.

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે, વાંકાનેર ઇકો કારના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી, સ્થાનિક જગ્યાએ જતા, મોટરસાયકલ  (ટીવીએસ) નો ભુક્કો બોલી ગયો હતો. તાલુકા પોલીસ અધિકારી વિજયભાઇ વધુ તપાસ ચલાવી રહયા છે.

(11:48 am IST)