સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

અમરેલી જિલ્લામાં આયુષ્ય અને અનુભવની સદી વટાવી ચૂકેલા ૩૪૪ શતાયુ મતદારો

અમરેલી તા.૧૫: આગામી તા. ૨૩ એપ્રિલનાં રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભા માટેનું મતદાન યોજાશે. રાજકીય પક્ષો અને ઉમેદવારો સક્રિય છે ત્યારે દેશના નાગરિકો પણ મતદાન કરવા ઉત્સાહિત હોય એ સ્વાભાવિક છે. અમરેલી જિલ્લાનાં મતદારો પણ આતુરતાપૂર્વક ૨૩ એપ્રિલની રાહ જોઇ રહ્યા છે. આ વર્ષે આયુષ્ય અને અનુભવની સદી વટાવી ચૂકેલા કુલ ૩૪૪ જેટલા શતાયુ મતદારો મતદાન કરવા માટે ઉત્સાહિત છે.

ધારી વિધાનસભા મતવિસ્તારના ૬૨, અમરેલી વિધાનસભા મતવિસ્તારના ૫૭, લાઠી વિધાનસભા મતવિસ્તારના ૪૯, સાવરકુંડલા વિધાનસભા મતવિસ્તારના ૮૨ અને રાજુલા વિધાનસભા મત વિસ્તારના ૯૪ એમ કુલ મળી ૩૪૪ જેટલા શતાયુ મતદારો મતદાન કરશે. આ તમામ શતાયુ મતદારો આજના યુવા મતદારો માટે પ્રેરણારૂપ છે.

૧૧ વ્યકિતઓની પાસા તળે અટકાયત કરાઇ

આગામી લોકસભા ચૂંટણી ૨૦૧૯ મુકત, ન્યાયી અને પાદર્રક વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વરા કાયદો અને વ્યવસ્થાનાં સંદર્ભમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા પાસા  તળે અટકાયતના હુકમની કુલ ૩૭ જેટલી દરખાસત રજુ થયેલી હતી. આ દરખાસ્તને ધ્યાને રાખીને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયએ ભયજનક વ્યકિત તરીકે, ૩ને પ્રોહીબિટેડ બુટલેગર તરીકે અને ર ને ક્રુર વ્યકિત તરીકે એમ કુલ મળી૧૧ વ્યકિતઓની પાસા તળે અટકાયતના આદેશ આપ્યા હતા.

(9:37 am IST)