સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

રવિન્દ્ર જાડેજાના બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા : હાર્દિક પટેલની હાજરીમાં પિતા-પુત્રીએ ખેસ પહેર્યો

કાલાવડની સભામાં રવિન્દ્રના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નયના બા જાડેજા કોંગ્રેસમાં જોડાયા

જામનગર :લોકસભા ચૂંટણીના માહોલમાં રાજકીય ગરમી વધી છે અનેક નેતાઓ કાર્યકર્તાઓ એક પક્ષ છોડીને બીજા પક્ષનો પાલવ પકડી રહ્યા છે ત્યારે  હવે જામનગરના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નયના બા જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે . 

 રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવા બા જાડેજા ભાજપમાં જોડાયા હતા હવે પિતા અને બહેનના કોંગ્રેસ પ્રવેશથી જાડેજા પરિવારની વિરોધી રાજકીય વિચારસરણી બહાર આવી છે. 

 આજે કોંગ્રેસના હાર્દિક પટેલ જામનગર લોકસભાના કોંગી ઉમેદવાર મૂળુભાઈ કંડોરિયાના પ્રચાર માટે કાલાવડ પહોંચ્યો હતો.તેણે સભા યોજી હતી અને ભાજપ પર પ્રહારો કર્યા હતા. આ સભામાં રવિન્દ્ર જાડેજાના પિતા અને બહેને કૉંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે, જાડેજા પરિવારનો રાજકીય વિવાદ અગાઉ પણ બહાર આવ્યો હતો. આ પહેલાં  રિવાબા ભાજપમાં જોડાયા હતા. તેમનું નામ જામનગર બેઠક માટે પણ ચર્ચામાં આવ્યું હતું. આ સમયે રવિન્દ્રના બહેન નયનાબાએ મોઘમ શબ્દોમાં કહ્યું હતું કે, ‘રિવાબાને તો તૈયાર ભાણું મળ્યું છે. અમારે તો મહેનત કરવી પડી છે.

(5:17 pm IST)