ચોટીલાના નાની મોલડીમાં સામાજીક ન્યાય દિવસની ઉજવણી
ચોટીલાનાં નાની મોલડી ગામે ગ્રામ સમાજ અભિયાન અંતર્ગત સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમ અંતર્ગત તાલુકાનાં ૮૭ ગામોમાં વહેલી સવારમાં પ્રભાતફેરી, ગ્રામ સફાઇ અને બાબા સાહેબને પુષ્પાંજલિ કરવામાં આવેલ હતી પ્રસંગોચિત નાની મોલડી મુકામે મહેસુલ મંત્રી કૌશિક પટેલની અધ્યક્ષતામાં સામાજીક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી આ પ્રસંગે ડીડીઓ મનિષકુમાર બંસલ, પ્રાત અધિકારી વી ઝેડ ચૌહાણ પર હનુમાન મંદિરનાં મહંત દાદબાપુ સાથે અગ્રણી રૂત્વિકભાઇ મકવાણા, જગદીશભાઈ મકવાણા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, સુરેશ ધરજીયા, જીણાભાઇ ડેરવાડીયા, મેરૂભાઇ ખાચર, રામભાઈ મેવાડા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામનાં સરપંચ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મંત્રીએ તેમનાં પ્રવચનમાં જણાવેલ કે દેશ આઝાદી પછી બે દિવાળી ઉજવે છે. (તસ્વીર - અહેવાલ : હેમલ શાહ, ચોટીલા)(૨૧.૧૮)