સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 17th March 2019

જામનગરથી રીવાબાએ ચૂંટણી લડવાના આપ્યા સંકેત :કહ્યું ઉમેદવારી માટે કહેશે તો પાર્ટીના વિશ્વાસ પર ખરી ઉતરીશ.

પૂનમબેન માડમે કહ્યું પાર્ટીમાં એક અપેક્ષિત ઉમેદવાર તરીકે હું પણ છું. જેથી સેન્સ પ્રક્રિયામાં આવી છું.

જામનગરઃ જામનગરમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા અને રમણભાઇ વોરા તેમજ બીનાબેન આચાર્ય દ્વારા બેઠક પર સેન્સ પ્રક્રિયામાં કરવામાં આવી હતી. જેમાં ભાજપમાં જોડાયેલા રીવાબા જાડેજાના નામ પર સેન્સ પ્રક્રિયા માટે સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા.

 સમર્થકો અને સૂત્રોએ જણાવ્યું હતું કે, રીવાબા દાવેદારી માટે આવ્યા છે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ અને રીવાબા જાડેજા બહાર આવ્યા, ત્યારે તેમને જણાવ્યું હતું કે, પાર્ટીમાંથી સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહેવાનો આદેશ મળ્યો હતો. જેથી હું આવી હતી. જો આગામી સમયમાં પાર્ટી ચૂંટણી લડવા કે ઉમેદવારી માટે કહેશે તો પાર્ટીના વિશ્વાસ પર ખરી ઉતરીશ.

  રીવાબાએ સીધી રીતે નહીં, પરંતુ આડકતરી રીતે ક્યાંકને ક્યાંક એકરાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટી જે પ્રમાણે પાર્ટી આદેશ કરશે તો તેમણે ચૂંટણી લડવાની તૈયારી દેખાડી હતી, પરંતુ ભાજપ એક શિસ્તતાની પાર્ટી છે, ત્યારે સીધો દાવેદારીનો ઉલ્લેખ કર્યો નહોતો. આડકતરી રીતે તેમનો ચૂંટણી લડવાનો મનસુબો જાહેર કર્યો છે.
   વર્તમાન સાંસદ પૂનમબેન માડમ પણ જામનગર ખાતે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં આવી પહોંચ્યા હતા. જ્યારે વિશેષમાં સેન્સ પ્રક્રિયા અંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, સેન્સ પ્રક્રિયા પાર્ટીની એક ચૂંટણીની પ્રક્રિયાનો ભાગ છે અને તેમાં ભાજપના તમામ કાર્યકરો અને આગેવાનોને ઉપસ્થિત રહેવાનો તેમજ દાવેદારી કરવાનો હક્ક છે. જેના ભાગરૂપે તમામ લોકો આજે સેન્સ પ્રકિયામાં આવી રહ્યા છે.
   જ્યારે વર્તમાન સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, પાર્ટીમાં એક અપેક્ષિત ઉમેદવાર તરીકે હું પણ છું. જેથી સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે આવી છું. પાર્ટી જેને તક આપે એને સૌ કોઈ મજબૂતીથી સાથે મળીને ઉમેદવારને જીતાડશે અને જામનગર લોકસભાની બેઠક કબ્જે કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
જો કે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ આખરી ફેંસલો કરશે. પરંતુ જામનગર રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ રિવાબા જાડેજા જામનગર બેઠકના આડકતરી રીતે ચૂંટણી લડે તેવા સંકેત આપ્યા છે

 

(12:22 am IST)