સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th March 2019

કન્યા પક્ષવાળા જોવા આવ્યા ત્યારે જ તપાસમાં પોલીસ આવતા ગભરાયેલા સુરેન્દ્રનગરના યુવાને ફિનાઇલ પી લીધું!!!

વઢવાણ બી ડિવીઝન કાફલો ગયેલઃ જો કે તપાસમાં આંબેડકર નગરમાંથી દારૂ બાબતે કંઇ ન મળ્યું: વિચિત્ર ઘટનાથી દલિત સમાજમાં રોષ

વઢવાણ તા.૧૬: આંબેડકર નગરમાં વઢવાણ બી ડિવીઝન પોલીસ કાફલો એકાએક ઘસીગયો અને તપાસમાં ન થવાનું થતા યુવાને ફિનાઇલ ગટગટાવતા સારવાર માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

વઢવાણ બી ડિવીઝન પોલીસ આંબેડકર નગરમાં ગયા બાદ આંબેડકર નગરમાં દલિત યુવાન માટે વેવિશાળ કરવા માટે છોકરીવાળા જોવા આવ્યા અને બી ડિવીઝન પોલીસ પણ જુગાર રમાડતા હોવાની તપાસના બના હેઠળ આવતા કન્યા પક્ષના છોકરો જોવા આવેલા મહેમાનો તુરત જ જતા રહયા હોવાનું દવા પીનારના પરિવારજનો જણાવી રહયા છે.

જેના કારણે દલીત યુવાનના ઘરમાં બી ડિવીઝન પોલીસને તપાસ દરમ્યાન કશું મળ્યું નહી અને કમલેશભાઇ ગોરાભાઇ નામના દલીત યુવાને ફિનાઇલ ગટગટાવતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

દલીત સમાજના યુવાનો પોલીસ સામે રોષ સાથે ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા ત્યારે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો ત્યારે પતાવટ સમજાવટથી મામલો થાળે પાડવા માટે મથામણ કરી રહયા હતા.

બનાવમાં ફરિયાદ ન નોંધાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવાન સારવાર મેળવી રહયો છે.

આ ઘટનામાં દલિત સમાજમાં ભારે રોષ છવાયો છે. પરિવાર પણ આ બનેલ ઘટનાથી હેબતાઇ ગયો હોવાનું જાણવા મળી રહયું છે.

(3:27 pm IST)