સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th March 2019

કાલે વેરાવળમાં ભગવાનભાઇ બારડના સસ્પેન્શનનાં વિરોધમાં આહિર સમાજનુ શકિત સંમેલનઃ અમરેલીથી આગેવાનો ઉમટશે

સાવરકુંડલા, તા.૧૬:  આહીર સમાજ દ્વારા કાલે રવિવારે વેરાવળ ખાતે આહીર સમાજવાડીમાં આહીર સમાજનું શકિત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તે બાબતે  અમરેલી આહીર બોર્ડિંગ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં હમણાં ટૂંક સમય પહેલા ગુજરાત સરકારના ઈશારે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આહીર સમાજના અગ્રણી અને તાલાલાના ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડને ખોટી રીતે કિનાખોરી રાખી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના વિરોધમાં અને સરકાર આ તખલઘી નિર્ણય પાછો ખેંચે તે માટે આહીર સમાજ વેરાવળ ખાતે ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થવાનો છે ત્યારે અમરેલી આહીર સમાજના જ્ઞાતિજનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે. આ મિટિંગમાં પ્રતાપભાઈ ગરણિયા,રાવતભાઈ સોરઠીયા,વિનુભાઈ સોસા,ઓદ્યડભાઈ ડેર, બાબુભાઇ હડિયા,અશોકભાઈ આહીર, ડી.જી.આહીર, અશોકભાઈ પાડા, રમેશભાઈ રામ, ભરતભાઈ ગરણિયા ઉપસ્થિત રહયા હતા અને સરકાર દ્વારા ખોટી રીતે ભગવાનભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેને સખત શબ્દોમાં વખોડી કાઢેલ અને આ આહીર સમાજનું શકિત સંમેલન સફળ રહે તે માટે હાકલ કરવામાં આવી હતી તેમ  પ્રવીણભાઈ વસરાની યાદી જણાવે છે.

(3:25 pm IST)