સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th March 2019

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા

રાજ્ય પુરસ્કાર મેળવનાર તથા શ્રેષ્ઠ ખરી કમાઇ કરનારનું કરાશે સન્માન

ભાવનગર તા.૧૬: ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા યોજાતા મુખ્ય કાર્યક્રમોમાનો એક સ્કાઉટ ગાઇડ સન્માન સમારોહ છે. વિવિધ સિદ્ધિ મેળવનાર બાળકો તથા સંસ્થા સહયોગીઓ વિગેરેનાં આ સન્માન કાર્યક્રમ રવિવારે યોજાશે.

દક્ષિણામૂર્તિ બાલ્યમરારનાં મેદાનમાં સવારે ૯ કલાકે ડો. નલીનભાઇ પંડિતના અધ્યક્ષતા તથા ડો. ગિરીશભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં આયોજીત આ સમારોહમાં વિવિધ સંસ્થાના સંચાલકો, પ્રતિનિધિઓ, અગ્રણીઓની પણ ઉપસ્થિતિ રહેશે. રાજ્ય પુરસ્કાર પ્રાપ્ત કરનાર સ્કાઉટ ગાઇડ, શ્રેષ્ઠ ખરી કમાઇ કરનાર કબ-બુલબુલ અને સ્કાઉટ ગાઇડ તેમજ સંસ્થાઓ, રાજ્ય રેલીમા઼ ભાગ લેનાર સંસ્થાઓ, સહયોગી અગ્રણીઓનું આ પ્રસંગે સન્માન કરાશે સર્વશ્રેષ્ઠ ખરી કમાઇ કરનાર સંસ્થાને સર પ્રભાશંકર પટ્ટણી ઓપન વિન્ડો ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખરીકમાઇ રનીંગ શિલ્ડ અર્પણ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવા જિલ્લા સંઘના પદાધિકારીઓ રોવર રેન્જર તેમજ સિનિયર સ્કાઉટ ગાઇડ જહેમત ઉઠાવી રહયા છે

(11:44 am IST)