સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th March 2019

ધોરાજીના ઝાંઝમેરમાં મકાનમાંથી ૧૪ર બોટલ દારૂ ઝડપાયો

ઉપલેટા, તા. ૧૬ : ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે એલ.સી.બી. પી.આઇ. એમ.એન. રાણા તથા પી.એસ.આઇ. એચ.એ. જાડેજા સહિતનો સ્ટાફ ધોરાજી વિસ્તારમાં હતા તે દરમ્યાન હકીકતના આધારે ઝાંઝમેર ગામે રહેતા કિરણબેન વિપુલ પુનિત, જોન્ટી રવજીભાઇ બગડા વાળાના કબજા ભોગવટા વાળા મકાનમાં ઇંગ્લીશ દારૂ અંગે રેઇડ કરતા જેમાં ધવલ રસીકભાઇ ચૌધરી ઉ.વ.૧૯ રહે. ડુમીયાણી તા. ઉપલેટા, નિલેશ રાજેશભાઇ પરમાર ઉ.વ.ર૦ રહે. ખાટલી તા.જામકંડોરણા, કિરણબેન વિપુ વી. પુનીત વિ. જોન્ટી રવજીભાઇ બગડા રહે. ઝાંઝમેર તા. ધોરાજી વાળા પાસેથી વિવિધ બાન્ડનો ઇંગ્લીશ દારૂ  (૧) કેસીનોસ પ્રાઇડ વ્હીસ્કી ૯પ બોટલ કિંમત રૂપિયા ર૮પ૦૦ (ર) પાર્ટી સ્પેશ્યલ વ્હીસ્કી ૧ર બોટલ કિંમત રૂ. ૩૬૦૦ (૩) મેકડોવેલ્સ નં.૧ વ્હીસ્કી બોટલ નંગ ૩પ કિંમત રૂપિયા ૧૦પ૦૦ કુલ બોટલ ૧૪ર કુલ કિંમત રૂપિયા ૪ર૬૦૦નો મુદામાલ ઝડપી પાડયો હતો.

આ કાર્યવાહીમાં પીઆઇ એમ.એન. રાણા, પીએસઆઇ એચ.એ. જાડેજા, એએસઆઇ જશુબેન સિંધલ, પદમાબન વાઘેલા, હેડ કોન્સ. રમેશભાઇ બોદર, અનીલભાઇ ગુજરાતી, પો.કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા, પરાક્રમસિંહ ઝાલા, દિવ્યેશભાઇ સુવા, રહીમભાઇ દલ, ડ્રા.પો. કોન્સ. ભીખુભાઇ ગોહી સહિતના જોડાયા હતા.

(11:42 am IST)