સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th March 2019

કોટડાસાંગાણી : ડુંગળી વાવેતરના દાખલા મેળવવા ખેડૂતોને ધરમધક્કા

કોટડાસાંગાણી તા. ૧૬ : કોટડાસાંગાણીમા ખેડુતોને ડુંગળી વાવેતરના દાખલા કઢાવવા માટે તલાટી અને રેવન્યુ મંત્રીઓ દ્વારા એકબીજા પર ખો અપાઇ રહી છે જેને કારણે ખેડુતો ત્રસ્ત થયા છે તેથી તાલુકા તંત્રની કામગીરી પર સવાલો ખેડુતોએ ઉઠાવ્યા છે.

એક તરફ ગત વર્ષમા ચોમાસામાં કોટડાસાંગાણી તાલુકામા પુરતા પ્રમાણમાં વરસાદ નહી આવવાથી અને મોડો આવવાથી ખેડુતોએ વાવેતર કરેલ પાકમા નુકસાની આવતા તાલુકાના ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો તેથી સરકાર દ્વારા આ તાલુકાને અછત સહાય પેકેજ અંતર્ગત સમાવેસ કરી ખેડુતોને સહાય પણ અપાઈ હતી. ત્યારે આ વર્ષે ખેડુતોને ડુંગરીના પુરતા ભાવ નહી મળતા સરકારના કૃષી ખેડુત અને સહકારના ઠરાવ મુજબ ખેડુતોએ અગાઉ ૧૫/૧૧/૨૦૧૮થી ૩૧/૧૨/૨૦૧૮ સુધીમા માર્કેટીંગયાર્ડમા ડુંગળી નુ વેચાણ કરેલ હોઈ તેવા ખેડુતોને પ્રતી કટા દિઠ રૂપીયા પચાસ(એક મણના વીસ રૂપીયા) લેખે સહાય આપવાનુ જાહેર કરેલ છે આ સહાય મેળવવા ખેડુતોએ ૫/૪/૧૯ સુધીમા ૭/૧૨, ૮અની નકલ આધારકાર્ડ જે તે સમયે વેચાણ કરેલ ડુંગરીનુ બીલ બેંક પાસબુક સહીતના કાગળો રજુ કરવાના હોઈ છે પરંતુ કોટડાસાંગાણીના સુરેશભાઈ સોજીત્રા અને હરસુખભાઈ ભુત નામના ખેડુતો જયારે ગ્રામ પંચાયતમા ડુંગળીઙ્ગ વાવેતરનો દાખલો મેળવવા ગયા છે ત્યારે રેવન્યુ મંત્રી પાસે દાખલો કઢાવવો પડે તેવો જવાબ આપવામાં આવ્યો હતોઙ્ગ જયારે રેવન્યુ મંત્રી પાસે ગયા ત્યારેઙ્ગ તલાટી પાસે વાવેતરનો દાખલો કઢાવવો પડસે તેવા જવાબ આપવામાં આવ્યો હતો આ અંગે ગઈકાલે તાલુકા ટીડીઓ દ્રારા જણાવ્યું હતુ કે, આ અંગે વ્યવસ્થા કરાઈ છે જેમા સેજાના ગામ કોટડાસાંગાણી શાપર અનીડાવાછરા અરડોઈ રામોદ મોટામાંડવા વેરાવળ આ સેજાના ગામ કહેવાય છે જયા રેવન્યુ તલાટી દાખલા કાઢી આપશે.

સેજાઙ્ગ સીવાયના ગામોમા પંચાયત તલાટી દ્વારા દાખલા કાઢિ આપવામાં આવસે હવેથી ખેડુતોને દાખલા કાઢવામા કોઈ તકલીફ નહી પડે તેવી વ્યવસ્થા કરાઈ છે પરંતુ તેવી કોઈપણ પ્રકારની કામગીરી નહી થતા હોવાનું ખેડૂતો કહે છે.

જ્યારે મામલતદારશ્રી પૂજા બાવડાએ કહ્યું હતું કે, આ ડુંગળી વાવેતરના દાખલા કાઢી આપવાની કામગીરી પંચાયત તલાટીની છે. ટીડીઓ સાથે પણ વાત કરેલી છે આ ફકત તલાટીનીજ કામગીરી છે પરંતુ મે કાલે એવી પણ સુચના આપેલી કે સેજાના ગામમાં રેવન્યુ કામગીરી કરસે અને બાકિના ગામમા તલાટી ડુંગળી વાવેતરના દાખલાની કામગીરી કરસે પરંતુ ઠરાવ જોયા બાદ આ કામગીરી ફકત તલાટી મંત્રીનેજ કરવાનો ઉલ્લેખ છે તેથી તેઓનેજ કામગીરી કરવાની છે.

આ અંગે ટીડીઓએ જણાવેલ કે તલાટી દ્વારા કોટડાસાંગાણીમા અને અરડોઈમા દાખલા આપવામાં આવ્યા છે સવારે ફરીયાદ હતીઙ્ગ મામલતદારમાથી ઠરાવની કોપીનો પરીપત્ર આવ્યો હતો અને કાલે એવુ નક્કિ થયેલુ હતુ કે રેવન્યુ અને તલાટી બંને કામ કરસે પછી રેવન્યુમાથી જવાબ આવતા અમારા તલાટીઓને સમજાવવાતા તેઓ દ્રારા દાખલા આપવામાં આવ્યા છે અને બધી ગેર સમજણો દુર કરાઈ છે હવેથી ખેડુતોને તલાટીઓ પાસેથીજ દાખલા મળી શકશે. તેમ એન પી ત્રીવેદી (ટીડીઓ)એ કહ્યું હતું.

તાલુકાના કોઈપણ ગામમા ખેડુતોને કોઈપણ સમસ્યાને સાંખી નહી લેવાઈ ડુંગળી અને લસણ વાવેતરના દાખલાની તો તલાટી અને રેવન્યુ મંત્રી બંનેને સુચના આપી દેવાઈ છે હવેથી દાખલા બંને કાઢિ આપશે છતા કોઈ પણ ખેડુતોને દાખલા કાઢિ આપવાની ના પાડવામાં આવે તો તેના પર એક્ષન લેવાની કાર્યવાહી થાય તેવી માંગ કરાસે હવેથી દાખલા ન આપવામાં આવેતો ખેડુતો મારો સીધો સંપર્ક કરે તેમ મુન્નાભાઈ રાયજાદા (તાલુકા પંચાયત અધ્યક્ષ)એ જણાવેલ છે.

(11:39 am IST)