સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th March 2019

તળાજા અલંગ પોલીસે અટકાયતી પગલા લેવાના શરૂ કર્યા : ૧૬ વિરૂધ્ધ કાર્યવાહી

ચૂંટણી સુલેહ શાંતિથી યોજાય તે માટે ફોજદારી

તળાજા તા. ૧૬ : તળાજા શેહર અને તાલુકાના પોલીસ મથકો દ્વારા ચૂંટણી અનુસંધાને વિવિધ પ્રકારના ગુન્હાઓ આચરેલ હોય તેવા લોકો વિરુદ્ઘ અટકાયતી પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરી છે.ઙ્ગ

તળાજા પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રો.હી. નો ગુન્હો આચરનાર છ શખશો વિરુદ્ઘ પ્રો.હી.૯૩ મુજબ અટકાયતી પગલાં ભરવાની કાર્યવાહી કરી હતી.

શરીર સંબધી ગુન્હો આચરેલ હોય તેવા પાંચ અને અન્ય ગુન્હાઓ આચરેલ હોય તેવા બે મળી સાત વ્યકિત વિરુદ્ઘ સીઆરપીસી ૧૧૦જી,સીઆરપીસી ૭ મુજબ કાર્યવાહી કરી હતી.

અલંગ પોલીસ એ ૧૫૧ મુજબ ત્રણ વ્યકિતઓની અટકાયત કરી હતી. ચૂંટણી સમયે અકાયતી પગલાં ભરાવનું કારણ ચૂંટણી સુલેહ અને શાંતિ પૂર્વક યોજાય તેમાટે ચૂંટણી પંચના નિયમાનુસારઙ્ગ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે છે.

(11:37 am IST)