સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th March 2019

સુરેન્દ્રનગર બેઠક માટે સૌરભભાઇ પટેલ, નિતીનભાઇ ભારદ્વાજ, જશુમતીબેન કોરાટની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા

વઢવાણ તા. ૧૬ : નયા ભારતના નિર્માણમાં અગત્યની ભૂમિકા સમાન આગામી લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની તમામ લોકસભા સીટ પર ઉમેદવારો પસંદ કરવાની લોકશાહી પ્રક્રિયાનો આરંભ કરવામાં આવેલ છે.

જે અંતર્ગત સુરેન્દ્રનગરઙ્ગ લોકસભા સીટ માટે ઉમેદવાર પસંદગી માટે પ્રદેશ ભા.જ.પા. દ્વારા નિયુકત ત્રણ નિરીક્ષકશ્રીઓ સૌરભભાઇ પટેલ (મંત્રી શ્રી ગુજરાત સરકાર), નીતિનભાઇ ભારદ્વાજ (લોકસભા સીટ ઇન્ચાર્જ સુરેન્દ્રનગર), જસુમતિબેન કોંરાટ (પૂર્વ મંત્રી, પ્રદેશ મહિલા મોરચા ના મહામંત્રી) ગઇકાલે સવારથી જ આવી પહોંચ્યા હતા. વિધાનસભાઓના જિલ્લા અને શહે ના અપેક્ષિત કાર્યકર્તાઓને વિધાનસભા સહ વારાફરતી સાંભળ્યા હતા.

આજે મોડી સાંજ સુધી સુરેન્દ્રનગર પ્રેસિડેન્ટ હોટલમા ભાજપ દ્વારા પોતાના કાર્યકરો દવારા લોકસભાના ઉમેદવારો માટે સેન્સ લેવામા આવશે.

નીતિનભાઇ ભારદ્વાજ, સૌરભભાઈ પટેલની આગેવાની હેઠળ આજે સુરેન્દ્રનગર જીલ્લામા ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

જેમાં દેવજીભાઇ ફતેપરા (વર્તમાન સાંસદ), ડો. મહેન્દ્રભાઇ મુંજપરા, શંકરલાલ વેગડ, મંજુલાબેન ધાડવી, શંકરલાલ બાવળીયા, ડો. પ્રકાશ કોરડીયા, વાઘજીભાઇ ચૌહાણ સહિતના નેતાઓના નામની ચર્ચા કરાઇ હતી.

(11:37 am IST)