સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th March 2019

વિંછીયાના અજેમરના રાયધનને બે ચોરાઉ બાઇક સાથે એલસીબીએ ઝડપી લીધો

બંન્ને બાઇક રાજકોટમાંથી ચોરી કર્યાની કબુલાત આપીઃ રાજકોટ પોલીસને જાણ કરાઇ

રાજકોટ, તા.૧૬: વિંછીયાના અજમેર ગામના શખ્સને બે ચોરાઉ બાઇક સાથે રૂરક કાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. આ બન્ને બાઇક રાજકોટમાંથી ચોરી કર્યાની કબુલાત આપી છે.

 પોલીસ અધિક્ષક બલરામ મીણાએ  મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપતા એલ.સી.બી. પો.ઇન્સ શ્રી એમ.એન. રાણા તથા પો.સ.ઇ શ્રી એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટારે વિંછીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે અજમેર ગામની સીમની ધોળી હોકળી પાસે રહેતો રાયધન વાલજીભાઇ ગાબુ પાસે બે ચોરીના મોટર સાયકલ છે. તેવી હકીકત મળતા તે જગ્યાએ જતા બે મોટર સાયકલ મળી આવેલ તથા ઘરની બહાર એક ઇસમ આવતા તેને પોતાનું નામ પુછતા પોતે રાયધનભાઇ વાલજીભાઇ ગાર્બું હોવાનું જણાવતા તેની પાસે રહેલ મો.સા.ના આધાર પુરાવા બાબતે પુછતા તેની પાસે કશુ નહી હોવાનું જણાતા મજકુર વિરૂધ્ધ સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી અને તેની પાસે રહેલ બંજે વાહનો કબ્જે કરાયા હતા.

પકડાયેલ રાયધને ત્રણ ચાર મહિના પહેલા રાજકોટ સરકારી હોસ્પીટલ માંથી હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. એક કિં.રૂ.૩૦,૦૦૦/- તથા થોડા દિવસો પહેલા રેસકોર્સમાં આવેલ ચબુતરા પાસેથી હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. એક કિં.રૂ.૩૦,૦૦૦/- ચોરી કર્યાની કબુલાત કરી હતી.

આ કાર્યવાહીમાં રૂકલ ઓરમળીના  એ.એસ.આઇ. પ્રભાતભાઇ બાલાસરા,  પો.કોન્સ. બાલકૃષ્ણ ત્રિવેદી, પો.કોન્સ. રહીમભાઇ દલ,  પો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા, પો. કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા પો.કોન્સ કુમારભાઇ ચૌહાણ જોડાયા હતા.

(11:36 am IST)