સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th March 2019

મોરબી જિલ્લાના હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ બહાર પાડેલું જાહેરનામું

મોરબી તા. ૧૬ : લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સમગ્ર જીલ્લાના તમામ હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર. જે. માકડીયાએ જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે લોકસભાની સામાન્ય ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા નિવારક પગલાના ભાગરૂપે વિવિધ પગલાઓ લેવા જરૂરી હોઈ જિલ્લામેજીસ્ટ્રેટશ્રી તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી તરફથી આપવામાં આવેલ હોય તેવા હથિયાર પરવાનેદારોએ તેમજ દેશના કોઈપણ રાજયના કોઈપણ હથિયાર લાયસન્સ આપનાર સત્ત્।ાધિકારી પાસેથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેવા હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા.આ સમયગાળા દરમિયાન હથિયાર ખરીદ વેંચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરીદ વેંચાણ કરશે તો પણ આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પરવાનાધારકને હથિયારની સોંપણી કરી શકશે નહી.

આ આદેશ અન્વયે મોરબી જિલ્લામાં માન્યતા ધરાવતી સીકયુરીટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેન્કો, એટીએમ તથા કરન્સી ચેસ્ટ લેવડ – દેવડ કરતા હોય તેવા હથિયારધારી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુકિત આપવામાં આવી છે. તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ખાસ પરવાનગી આપી હોય તેમને આ આદેશ લાગુ પડશે નહી.

(10:26 am IST)