News of Saturday, 16th March 2019
ઉપલેટામાં સુન્નિ મુસ્લિમ જમાત દ્વારા ઝુલુસ
ઉપલેટા : હજરત ખ્વાજા મોઇનુદીન ચીસ્તીના ઉર્ષ છઠી નિમીતે ઉપલેટામાં સુન્ની મુસ્લીમ જમાત તરફથી વિશાળ ઝુલુસનું આયોજન કરવામાં આવેલ. આ ઝુલુસ ન્યામતમાની દરગાહે થી શરૂ થઇ શહેરના પંચહાટડી, સોની બજાર, ગાંધી ચોક, ભાદર ચોક થઇ ઇદગાહ પર સંપન્ન થયેલ, તેમજ ખ્વાજા ગરીબે નવાજ ન્યાજ કમિટી તરફથી ન્યાજનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઝુલુસમાં હિન્દુ, મુસ્લીમભાઇઓ દ્વારા ઉજવણી કરાઇ હતી તથા જેમાં હજારોની સંખ્યામાં મુસ્લીમ બિરાદરો જોડાયા હતા. (તસ્વીર-અહેવાલ કીરીટ દોશી ઉપલેટા)
(10:24 am IST)