સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th February 2020

માળીયાના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર દ્વારા ૭૬ હજારથી વધુની ઉચાપતની ફરિયાદ : અંગત ફાયદા માટે ઉપયોગ કર્યો

સરકારી નાણાની ઉચાપત કરી છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી

માળીયાના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર દ્વારા સરકારી નાણાની ઉચાપત કરવામાં આવી હોય જે મામલે તપાસ ચલાવવામાં આવી રહી હોય દરમિયાન સરકારી નાણાનો અંગત ફાયદા માટે ઉપયોગ કરીને ૭૬,૬૮૦ ની ઉચાપત કરવામાં આવી હોવાની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે

      મોરબી જીલ્લા રજીસ્ટ્રાર વી એચ રાવલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે યોગેશસિંહ ચૌહાણ માળિયા સિવિલ કોર્ટમાં રજીસ્ટ્રાર કમ નાઝર તરીકે ફરજ બજાવતા હતા દરમિયાન તા. ૦૫-૧૨-૧૮ થી ૨૯-૦૧-૨૦૨૦ દરમિયાન માળિયા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ગુન્હામાં કોર્ટમાં રજુ કરવામાં આવેલ વેલ્યુંબ્લ મુદામાલ રજીસ્ટરમાં સ્વીકાર્યા અંગેની કોઈ નોંધ નહિ કરી તેમજ કોર્ટ હસ્તક મુદામાલ પાવતિઓમાં મુદામાલ રીસીવ કર્યા બાબતે કોઈ શેરો નહિ કરી

      તેમજ કીમતી મુદામાલ રજીસ્ટરમાં કોઈ નંબર આપ્યા અંગેની નોંધ નહિ કરીને મુદામાલ પેટે જમા કરવામાં આવેલ રોકડા રૂપિયા ૭૬,૬૮૦ પોતાના અંગત ફાયદા માટે ઉપયોગમાં લઈને સરકારી નાણાની ઉચાપત કરી છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે

(10:50 pm IST)