સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th February 2019

હળવદના બ્રાહ્મણી ડેમમાં છલાંગ લગાવનાર વૃદ્ઘનો મૃતદેહ મળ્યો

અત્યંત આધુનીક કેમેરાની મદદથી ૩ દીવસ બાદ મૃતદેહ શોધી કાઢયો

વઢવાણ, તા.૧૬: હળવદ તાલુકાના બ્રાહ્મણી નદી પર આવેલ સુંદરગઢ ગામ પાસેના બ્રાહ્મણી ૨ ડેમ પુલ પર તા. ૧૨ના રોજ બપોરના ૧ વાગ્યા ની આજુબાજુ એ ચરાડવા ગામના રહેવાસી જેરામભાઈ રવજીભાઈ ચૌહાણે ઝંપલાવ્યું હતું અને શોધખોળ કરવામાં આવી હતી આ મામલે તંત્રને જાણ કરવામાં આવી હતી અને જીલ્લા અધિક કલેકટર દ્વારા બુધવારે એનડીઆરએફ ટીમને પત્ર પાઠવ્યા બાદ રાત્રીના ટીમ આવી પહોંચી હતી અને ગુરુવારે સવારથી એનડીઆરએફ ટીમ તપાસ ચલાવી હતી સ્થળ પર મામલતદાર વી કે સોલંકી, નાયબ મામલતદાર બી એન કણઝારીયા, જેરામભાઈ સોનગ્રા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત છે. NDRF ટીમના ઇન્સ્પેકટર સૂર્યકાંતકુમાર, સબ ઇન્સ્પેકટર પવનકુમાર શુકલ, એસઆઈ ઈન્જીનીયર ધરમપાલ, તેમજ હવાલદાર સંજયકુમાર અને પરમાર ભીમસિંહ ૩૩ જણાનો સ્ટાફ દ્વારા આધુનિક કેમેરાની મદદથી સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યુ પરંતુ પાણીની સપાટી ઊંડી હોવાથી મૃતદેહ મળેવા ભારે મુશ્કેલી પડી હતી. જોકે ઘટનાને ૭૨ કલાકથી વધુ (૩)દીવસ વીતી ગયો હોવાથી ભારે મુસીબતનો સામનો કરવો પડીયો હતો ભારે જહેમત બાદ મુતદહેને શુકવાર બપોરના ૧ વાગ્યાની આજુબાજુ શોધીને તેના પરિવારજનોને આપવામાં આવ્યો હતો.(૨૩.૬)

(12:04 pm IST)