સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th February 2019

ટોલટેક્ષ મુકિતની માંગ સાથે કેશોદ સજ્જડ બંધ

પારી મહામંડળ દ્વારા ન્યાય ન મળતા આક્રોશઃ ધમધમતી બજારો સુમસામ

કેશોદ તા.૧૬: સ્થાનીક વેપારી મહામંડળ દ્વારા અપાયેલ એલાન ના પગલે ટોલટેક્ષ મુકિતની માંગ સાથે આજે સવારથીજ કેશોદ સજ્જ બંધ પાળવામાં આવેલ છે.

સામાન્ય રીતે ૨૦ કિમીના અંતરના લોકોને અન્ય સ્થળોએ ટોલટેક્ષમાંથી રાહત આપવામાં આવે છે જયારે અત્રેથી ૨૦ કી.મી.ની ત્રિજીયામાં આવતા ગાદોઇ ટોલનાકા પર તોતિંગ ટેક્ષ વસુલવામાં આવે છે. ગાદોઇ ટોલ પ્લાઝા કેશોદથી ૨૦ કિમીની અંદરના અંતરમાં આવતુ હોવાતા પણ કેશોદ ના વાહન ચાલકોને કોઇ પણ પ્રકારની રાહત કે લાભ મળતો નથી.

આ સ્થિતિ વચ્ચે લગભગ છેલ્લા એક અઠવાડીયાથી સ્થાનીક વેપારી મહામંડળ દ્વારા અત્રેના ચાર ચોક વિસ્તારમાં સહી ઝુંબેશ સહીત વિવિધ આંદોલાત્મક કાર્યક્રમો અપનાવી ટોલટેક્ષનો પ્રચંડ વિરોધ કરવા છતાં સબંધીત તંત્ર દ્વારા કોઇ દાદ નહીં મળતા અંતે ટોલટેક્ષ નાબુદીની માંગણી સાથે શનિવારના રોજ કેશોદ બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવેલ.

આજે સવારથીજ વેપારીઓએ પોતાની દુકાનોના શટર નહીં ખોલતા સતત ટ્રાફીકથી ધમધમતી કાપડ બજાર માંગરોળ રોડ, ચાર ચોક, જુનાગઢ-વેરાવળ રોડ શાકમાર્કેટ રોડ, સોની બજાર સહીતની બજારો સુમસામ ભાસી રહેલ છે. પીઆઇ ચૌહાણની દેખરેખ હેઠળ પોલિસ બંદોબસ્ત ગોઠવેલ છે.(૧૭.૧૪)

(12:02 pm IST)