સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th February 2018

મોરબીમાં બે ફેકટરીમાં આગ ભભુકી

લાતી પ્લોટમાં જુના અજંતા કારખાનામાં અને નવાગામ પાસે સેફોન સ્ટીલમાં ફાયરબ્રિગેડે કલાકોની જહેમત બાદ આગ કાબુમાં લીધી

મોરબી તા. ૧૬ : મોરબીના જુદા જુદા બે વિસ્તારમાં બે ફેકટરીમાં આગના બનાવ બન્યા હતા. જેમાં કલાકોની જહેમત બાદ બને આગ પર કાબુ મેળવી લીધો હતો સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી

 

મળતી વિગતો મુજબ મોરબીના લાતી પ્લોટ ૨ આવેલ જુનું અજંતા કારખાનામાં ગત રાત્રીના લગભગ ૧૦.૩૦ વાગે કોઈ કારણોસર આગ લાગી હતી જેમાં ફાયરની ટીમને જાણ થતા તુર્તજ બે ફાયરની ગાડીઓ સાથે ત્યાં દોડી ગયા હતા અને લગભગ ૩ વાગે આગ પર કાબુ આવ્યો હતો આગ ને લીધે ફેકટરીમાં રહેલ માલ બળીને ખાખ થયો હતો પણ કોઈ જાનહાની થઇ હતી નહી આગ કયાં કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી.

તેમજ ફાયરની ટીમને વહેલી સવારે નવાગામ નજીક સેફોન સ્ટીલ ફેકટરીમાં આગ લાગી હોવાનું પોલીસ મથકે થી કોલ આવતા ફાયરની ટીમ બે ગાડીઓ સાથે ત્યાં પણ પહોંચી હતી. જેમાં ૩ કલાકની જેહમત બાદ આગ પર કાબુ આવ્યો હતો. સદનસીબે બને આગના બનાવમાં કોઈ જાનહાની હતી નહી પણ આગ પ્રાથમિક તારણમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે તો બને આગ પર કાબુ મેળવામાં ફાયર ટીમના અજીતભાઈ, જયદેવસિંહ, કિશન, રમેશભાઈ, વિજય, નાથાભાઈ અને રવિ સહિતની ટીમે કામગીરી બજાવી હતી.(૨૧.૧૬)

(12:57 pm IST)