સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

હોસ્‍પિટલને સીલ નહી કરવા જામનગર આઇએમએની ચિમકી

જામનગર તા.૧૬ : જામનગરના મોટાભાગના ડોકટરોએ એનઓસી માટે અરજી કરી દીધેલ છે અને અમુક ડોકટરો માટે તાતકાલીક અસરથી બિલ્‍ડીંગના માળખામાં ફેરફાર કરવો, તથા મોટો કોમ્‍પ્‍લેકસમાં માત્ર એક - વધારે હોસ્‍પિટલ હોય તો તેના માટેના ઉચીત પગલા લેવાએ પ્રેકટીકલી ખુબજ અઘરુ છે. આ બાબતે આઇએમએ જામનગર, જામનગરના બંન્‍ને મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ, સાંસદ મ્‍યુનિસિપાલ કમીશ્વર તમામને રજુઆત કરેલ છે.

હાલમાં ડો. પાઢ હોસ્‍પિટલ ફાયર સેફટી તંત્ર દ્વારા સીલ કરાવામાં આવી છે. આ જામનગર આઇએમએ દ્વારા ઇમર્જન્‍સી મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં આઇએમએ નેશનલ વાઇસ પ્રેસીડેન્‍ટ શ્રી ડો. વિજય પોપટ, પુર્વ પ્રેસીડન્‍ટ આઇએમએ, ડો. નિલેશ ગઢવી, ડો. અતુલ વેકરીયા, હાલના પ્રેસીડન્‍ટ, આઇએમએ ડો.પ્રશાંત તન્‍ના, સેક્રેટરી ડો. ધવલ તલસાણીયા વાઇસ પ્રેસીડેન્‍ટ ડો. અલ્‍પેશ ચાવડા, ખજાનચી ડો.હિતાર્થ રાજા, જોઇન્‍ટ સેક્રેટરી ડો. જસ્‍મીન અજુડીયા, આ ઉપરાંત ડો. પાઢ, ડો. વિરલ મહેતા, ડો. વસંત મુંગરા વગેરે હાજર રહયા હતા તથા આ બાબતની ચર્ચા જામનગર આઇએમએ દ્વારા શહેર ભાજપ પ્રમુખ અને મંત્રીશ્રીને પણ કરેલ છે.

જામનગરના ડોકટરોના તમામ પ્રશ્નોના નિવારણના આવે ત્‍યાં સુધી હોસ્‍પીટલને બંધ (સીલ) ના કરશો અન્‍યથા જામનગર આઇએમએ દ્વારા આગળ ઉપર કડક પગલા લોવમાં આવશે. તેમ પણ જણાવેલ છે.

(1:28 pm IST)