સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

માણાવદર પાસે ટ્રક પલ્ટી ગયો

માણાવદરઃ દગડ ગામ પાસે જીનીંગમાંથી તૈયાર ગાંસડી ભરી બીજા રાજયમાં જતો ટ્રક સવારે ડ્રાઇવર દ્વારા અચાનક જ બ્રેક મારતા પલ્ટી ગયો હતો. સદનસીબે ડ્રાઇવર કલીનર કે અન્ય કોઇ વાહન સાથે અથડાયો નહી કોઇ જ નુકશાની નથી ડ્રાઇવરને સામાન્ય ઇજા થઇ હતી.  આ ટ્રક પલ્ટી ગયો ત્યારે સતત ધમધમતો હાઇવે હોય સદનશીબે કોઇ એસટી બસ કે મુસાફરી વાહનો પસાર થતા નહતા નહી તો ગંભીર અકસ્માત થાત પરંતુ ગંભીર અકસ્માત થતા અટકયો છે. ટ્રક હાઇવે વચ્ચોવચ્ચ જ પલ્ટી ગયો. જેમાં મુખ્ય કારણ હાઇવે હવે ટુંકો પડે છે તેવી વાહનચાલકોમાં ચર્ચા છે.

(12:09 pm IST)