સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

મોટીપાનેલીમાં સેવાભાવી યુવાનોની પરંપરા ગરીબ બાળકો વચ્ચે ઉજવી ઉત્તરાયણ

મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના સેવાભાવી યુવાનોએ પોતાનો વર્ષોથી ચાલતો પરંપરાગત સેવાયજ્ઞ ચાલુ રાખતા ઉત્ત્।રાયણ પર્વમાં ગરીબ બાળકોની વચ્ચે જઈને લાડવાનું વિતરણ કરેલ આ યુવાનોની વર્ષોની પરંપરા છે દરેક તહેવારો નિમિતે ગરીબ પરિવારો વચ્ચે પહોંચી પરિવારને કોઈને કોઈ રીતે મદદરૃપ બનવું સાથેજ મીઠાઈ કપડાં ખજૂર ફ્રૂટ ફટાકડા કપડાં સ્વેટર ટોપી લાડવા વગેરે વસ્તુઓનું વિતરણ કરી પોતાની જાતને ધન્ય અનુભવે છે. આ ભગીરથ કાર્યમાં આસિફ મેર વિજય પરમાર પ્રફુલ ફિનડોરીયા વગેરે યુવાનો જોડાયા હતા. (તસ્વીર -અહેવાલ : અતુલ ચગ -મોટી પાનેલી)

(12:00 pm IST)