સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

ધોરાજી માનવ સેવા યુવક મંડળ દ્વારા પક્ષઓની સારવાર

 ધોરાજી : ઉતરાણ નિમિતે સૌ લોકો પતંગો ચગાવામાં મસગુલ હોય છે અને પંખીઓને સફેદ કાચ ચડેલ દોરાઓ દેખાતા નથી જેથી નિર્દોષ પંખીઓની સારવાર માટે ધોરાજી માનવ સેવા યુવક મંડળ દ્વારા જુદા જુદા વિસ્‍તારોમાં માનવ સેવાના કાર્યકર્તાઓ એમ્‍બુલન્‍સ વાન દ્વારા ઘટના સ્‍થળે પહોંચી ઘાયલ પંખીઓની સારવાર કરેલ. આ સેવાકીય પ્રવૃતિમાં ધર્મેન્‍દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી, કલ્‍પેશભાઇ શીંગાળા, રાજુભાઇ ઘેલાણી સહિતનાઓએ સેવાઓ બજાવી હતી.

(10:57 am IST)