સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

ખંભાળીયાઃ સલાયા ફીશરમેન્‍સ એસોસીએશન દ્વારા કોલ બાબતે રજૂઆતઃ માછીમારી બંધ કરવાની ચિમકી

 (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૬ :. સલાયા ફીશરમેન્‍સ એસોસીએશન-સલાયાના હોદેદારોએ ઓખાના શ્રી મત્‍સ્‍યોદ્યોગ અધિક્ષકશ્રીને પત્ર પાઠવીને સલાયા ફીશરમેન બોટ એસોસીએશન દ્વારા કોલ બાબતમાં રજૂઆત કરીને યોગ્‍ય કરવા માંગ ઉઠી છે.

તેઓએ વધુમાં જણાવ્‍યુ છે કે, ૨૦૧૦થી માછીમારી બોટોનું કોલમાં કોઈ જાતનો માય સાઈઝનું ફેરબદલ થતુ નથી દર વર્ષે માછીમારી બોટનું સમારકામ કરવામાં આવે છે જેથી ફેરફાર થતુ રહે છે, પરંતુ સરકારશ્રી દ્વારા માછીમારી બોટના કોલમાં કોઈપણ જાતનું ફેરફાર કરવામાં આવતુ નથી અને સરકાર દ્વારા માછીમારી બોટોને ચેકીંગ કરી તેના ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. તેના કારણે હાલ સલાયાની ૭૦,૦૦૦ની વસ્‍તી ધરાવતુ અને કાયમી ૧૫ થી ૨૦ લાખ માછીમારીનું ટર્નઓવર ધરાવતુ ગામ માછીમારી બંધ કરી પોતાનું રોજગાર બચાવવા માટે સરકારશ્રીને રજૂઆત કરવા ૫ દિવસમાં જવાબ માંગવામાં આવેલ છે કે ગુજરાતના ટોટલ બંદરમાં એક પણ કેશ દાખલ નથી તો માત્ર સલાયામાં જ કેમ ફરીયાદ કરવામાં આવે છે.

કોલમાં વહેલી તકે ફેરફાર કરી વહેલી તકે નિકાલ આવે એવી રજૂઆત છે, જ્‍યાં સુધી નિકાલ નહી આવે ત્‍યાં સુધી સલાયાની તમામ માછીમારી બોટ બંધ રહેશે ઉદ્યોગને મોટુ નુકશાન થશે.

મત્‍સ્‍યોદ્યોગ ખાતા દ્વારા કોલમાં ફેરફાર કરી આપે તો સલાયાની તમામ માછીમારી બોટોના બોટ માલિકો પોતાના કોલનું ફેરફાર કરવા તૈયાર છે. તેમજ આપના દ્વારા આ કામકાજમાં ટાઈમ લાગે તેમ હોય તો અમને મુદત આપવા આપશ્રીને અમારી રજૂઆત છે.

માછીમારી બોટનું રીપેરીંગ કરવાનું થતુ હોય છે જો બોટનું રીપેરીંગ કામ ન કરીએ તો બોટને મોટુ જાનમાલનું નુકશાન થવા પામે છે.

નજીકના દરીયામાં માછલા મળતા નથી જેથી કરીને ઉંડા દરીયામાં માછીમારી કરવા જવાનું હોવાથી બોટની તારક શકિત વધારવા માટે બોટને મોટી કરવાની તથા મશીન મોટુ નાખવાનું થાય છે આ ફેરફાર ના કરીએ તો ખલાસીના જાનનું જોખમ ઉભુ થવાની શકયતા વ્‍યકત કરી છે.

(1:23 pm IST)