સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

જેતપુરમાં કોરોના વેકસીનેશનનો કેબીનેટ મંત્રી રાદડીયા હસ્‍તે પ્રારંભ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા. ૧૬: વૈશ્વીક મહામારી કોરોના સામેની લડાઇમાં સ્‍વદેશી રસી કોવિશીલ્‍ડને મંજુરી અપાતા આજથી કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્‍તે શહેર તાલુકાના પ્રથમ કોરોના વોરીયર્સ તબીબી સ્‍ટાફ ૧૦૦ લોકોને રસીકરણ કરવાનો કાર્યક્રમ સરકારી હોસ્‍પિટલમાં પટાંગણમાં યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત જયેશભાઇ રાદડીયાએ દિપ પ્રગટાવી કરેલ. પ્રાસંગોત ઉદબોધન કરતા જણાવેલ કે આ રસી આજે ડોકટર્સ શહેર -તાલુકાના તબીબી સ્‍ટાફને આપવામાં આવશે. ઉપરાંત તેમને પોતાની જીવની પરવાહ કર્યા વગર સમાજ સેવામાં સર્મપિત થનાર સફાઇ કર્મીઓ. પત્રકારો સહીતના તમામ લોકોની સેવાને બિરદાવી હતી.

આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ રસી કરણ વિશે વિસ્‍તૃત માહીતી આપતા જણાવેલ કે આ રસી બે તબક્કામાં આપવામાં આવશે. જે લોકોના મોબાઇલ ઉપર મેસેજ આવે તેમણે રસીકરણ કેન્‍દ્ર પર આપવાનું રહેશે. પ્રથમ ડોઝ બાદ બીજો ૩૦ દિવસ બાદ લેવાનો રહેશે. અને બીજા ડોઝના ૨ વીક પછી અસર શરૂ થશે.

વેકસીન આપ્‍યા બાદ ૩૦ મીનીટ સુધી તેને ઓબ્‍જેવેસનમાં રાખવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ કર્યા બાદ શહેરના પ્રથમ ૩ કોરોના વોરીયર્સ ડો.એમ.એસ.અલી, ડો.કુલદીપભાઇ સાપરીયા, ડો.નીખીતાબેન પડીયાને આપવામાં આવેલ. આ પ્રસંગે પાલીકાપ્રમુખ કુસુમબેન સખરેલીયા દુધ ડેરી ચેરમેન, ગોરધનભાઇ ધામેલીયા, રમેશભાઇ જોગી, દિનકરભાઇ ગુંદારીયા, ડેપ્‍યુટી ડી.ડી.ઓ ગોહેલ, મામલતદાર કારીયા, તા. મામલતદાર ગીનીયા જેન્‍તીભાઇ રામોલીયા, પ્રશાંતભાઇ કોરાટ, સુરેશભાઇ સખરેલીયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નવનીતભાઇ સૈયાગરે કર્યું હતું.

(1:19 pm IST)