સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th January 2019

દ્વારકામાં યોજાયેલ સદગુરૂ મહોત્સવમાં ભકિત સાગર ઘુઘવ્યો

દ્વારકા તા.૧૬ : અહીના નાગેશ્વર હાઇવે માર્ગો ઉપર નિર્માણાધીન થનાર મંદિર તથા હરિભકતોના નિવાસ માટેનું સંકુલના કાર્ય પૂર્વે ગોવિંદસ્વામીજી આયોજીત સદગુરૂ વંદન સ્મૃતિ કાર્યક્રમ અંતર્ગત શ્રીમદ ભાગવત સપ્તાહ સહિતના કાર્યક્રમોમાં ગુજરાત રાજય તથા દેશ વિદેશના હરિભકતોનો મેળાવડો ઉમટી પડયો છે.

તા.૧૦ જાન્યુ.ના દિને શરૂ થયેલ આ ભકિતના મહોત્સવમાં નવા નિર્માણાધીન મંદિર માટે અનેક દાતાઓએ સખાવત કરી હતી. દ્વારકા શહેરના દરેક સમાજ તથા જ્ઞાતિજનોને પણ ભોજનપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હોય રોજ હજારો ભકતો જમો. આ મહોત્સવનો લાભ લઇ રહ્યા છે.

રોજ બે કથાકારો કથાનું પઠન કરે છે

દ્વારકા ખાતે ચાલી રહેલા આ મહોત્સવમાં ઉપસ્થિત કથાના શ્રોતાઓનો નવો અનુભવ મળ્યા છે. સ્વામીનારાયણ સુપ્રસિધ્ધ જયેન્દ્રપ્રકાશજી રોજ સવારે કથાનું શ્રવણ કરાવે છે ને બપોરબાદ કૃષ્ણપ્રકાશજી કથાનું રસપાન કરાવે છે. જેથી હરિભકતોને બંને કથાકારોની વાણીનો લાભ મળે છે.

(12:57 pm IST)