સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th January 2019

ગોંડલમાં કરુણા અભિયાન રેલી

મકરસંક્રાંતિ નિમિતે કરૂણા અભિયાન હેઠળ પતંગ મહોત્સવ દરમ્યાન પક્ષીઓને ઇજા ન થાય અને પર્યાવરણના મહત્વના ઘટક એવા પક્ષીઓને બચાવવાના ઉદેશય થી ગોંડલ ખાતે રપ૦ વિદ્યાર્થીઓની રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી કાઢવામાં આવી. ગોંડલની બાલગોકુલમ શૈક્ષણીક સંસ્થા વિસ્તરણ વન વિભાગ અને ગોંડલ ફોરેસ્ટ યુથ કલબના સહયોગથી રેલીને ગોંડલના નગરપતિ શ્રી અશોકભાઇ પીપળીયાએ રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. રેલીમાં પ્રકૃતિપ્રેમી હિતેશભાઇ દવે, જેઠવાભાઇ એલ. વી. ડાંગર, ધર્મેશભાઇ કોઠારી, વિરભદ્રસિંહ જાડેજા તેમજ શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં.  (તસ્વીર : ભાવેશ ભોજાણી ગોંડલ) (પ-૧૭)

(12:44 pm IST)