News of Tuesday, 16th January 2018
જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી ફરાર આરોપીને મહેસાણા એલસીબીએ ઝડપ્યો
ચીલઝડપના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને મહેસાણામાંથી પકડી લેવાયો
મહેસાણા ;જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલા આરોપીને મહેસાણા એલસીબીએ ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળે છે જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢ-બી ડિવિઝન પોલીસનાં જાપ્તામાંથી તાજેતરમાં ભાગી છૂટેલા આરોપીને મહેસાણા LCBએ ઝડપી પાડયો હતો. મહેસાણા LCBએ બાતમીનાં આધારે આ આરોપીને ઝડપી પાડયો હતો. ઝડપાયેલો આરોપી ચિલઝડપ કેસમાં સંડોવાયેલો હતો.
(12:08 am IST)