News of Tuesday, 15th December 2020
લીંબડી જેલમાં સરપ્રાઇઝ ચેકીંગઃ ૩ મોબાઇલ ૧ ચાર્જર જપ્ત
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧પ : સુરેન્દ્રનગર જીલ્લાની લીંબડી સબ જેલમાંથી ૩ મોબાઇલ અને ૧ ચાર્જર મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. લીંબડી ડીવાયએસપી ચેતનભાઇ મુંઘવા અને ટીમ દ્વારા આજે લીંબડી સબ જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ૩ મોબાઇલ અને ૧ ચાર્જર મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. ર મહિનામાં બીજી વખત ચેકીંગ હાથ ધરવામાં આવતા ચર્ચા જાગી છે.
(2:50 pm IST)