સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 15th December 2019

ભાવનગરના કતપર ગામે 3 યુવકો ડૂબ્યા: બોટ પલટી મારતા એક યુવકનું મોત :બે યુવકોનો આબાદ બચાવ

માલણ બંધારામાં માછીમારી કરવા ગયેલા ત્રણ યુવકોની બોટ ડૂબી જતા કરુણાંતિકા સર્જાઈ

ભાવનગરના કતપર ગામે  રવિવારની નમતી બપોરે 3 યુવકો ડૂબ્યા હતાં. જેમાંથી એક યુવકનું મોત નીપજ્યું હતું જયારે બે યુવકોને બચાવી લેવામાં સફળતા મળી હતી

 જાણવા મળ્યા મુજબ આ ત્રણેય યુવાનો માછીમારી કરવા માટે ગયા હતા. માલણ બંધારામાં માછી મારી કરતા કરતા યુવાનોની બોટ પલટી મારી ગઈ હતી. જેમાં એક યુવકનું મોત થયું છે. જયારે બે યુવકોનો આબાદ બચાવ થયો છે. યુવકોને મહુવામાં મોતીબાઈ કેશવજી જનરલ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

(8:58 pm IST)