સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th December 2019

વાંકાનેરમાં ઘરેથી કાઢી મુકાયેલી માતાને ચાર મહિનાની પુત્રી સાથે ૧૮૧ ટીમે મિલન કરાવ્યું

મારઝૂડ કરી ઘરેથી કાઢી મુકેલી મહિલાની મદદે આવી ૧૮૧ ટીમ

વાંકાનેર પંથકમાં એક મહિલા મળી આવતા ૧૮૧ ટીમ દોડી ગઈ હતી અને મહિલાનું કાઉન્સેલિંગ કરીને તેનું ચાર મહિનાની બાળકી સાથે પુનઃ મિલન કરાવ્યું હતું

  આ બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના ગ્રામ્ય પંથકમાં એક મહિલાને ઘરેથી કાઢી મુકવામાં આવી હોય અને મહિલા રખડતી ભટકતી હાલતમાં હોય તેવી જાણ થતા મોરબી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમના કાઉન્સેલર ભટ્ટી પીન્કી, કોન્સ્ટેબલ રૂપલબેન છૈયા અને પાઈલોટ દેવજીભાઈની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મહિલાને મારપીટ કરીને ઘરેથી કાઢી મૂકી હોય અને પરિણીત મહિલાને ચાર માસની બાળકી હોય જેથી માતા ખુબ ચિંતાતુર હતી જે મહિલાનું ૧૮૧ ટીમે કાઉન્સેલિંગ કર્યું હતું અને પરિવારની તમામ વિગતો મેળવીને મહિલાની સમજાવટ કરી હતી

તેમજ કાયદાકીય માહિતી આપીને મહિલાના ઘરે પહોંચીને તેની બાળકી પરત અપાવી હતી તેમજ બંનેની સમજાવટ કરતા સમાધાન થયું હતું

(12:50 am IST)