સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th November 2019

ગોંડલના ગોમટામાં પતિના ત્રાસથી કંટાળી શાંતાબેન પરમારનો આપઘાતનો પ્રયાસ

પતિ હિરા પરમાર સામે ગુનો નોંધાયો

રાજકોટ તા ૧૫  : ગોંડલના ગોમટા ગામમાં શહેતી વૃધ્ધાએ પતિના ત્રાસથી કંટાળી ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોમટા સરકારી દવાખાના પાસે રહેતા શાંતાબેન હીરાભાઇ પરમાર (ઉ.વ.૬૦) એ ગઇકાલે પોતાના ઘરે હતી, ત્યારે તેણે ઝેરી પાવડર પી લેતા તેને સારવાર માટે ગોંડલની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એમ. રાઠોડે તપાસ કરતા શાંતાબેન પરમારને પતિ હીરા ભલાભાઇ પરમાર અવારનવાર ઘરકામ તથા રસોઇ બાબતે શારીરીક માનસીક ત્રાસ આપી મારકુટ કરતો હોઇ, તેથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનું બહાર આવતા પોલીસે વૃધ્ધાના પતિ હિરા પરમાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

(11:48 am IST)