ઉનાની પ્રાંત કચેરીના વાહનોમાંથી પેટ્રોલ ચોરી કરતો યુવાન ઝડપાયો
ઉના, તા. ૧પ : પ્રાંત કચેરીમાં પાર્કીંગમાં રાખેલ વાહનમાંથી પેટ્રોલ ચોરતો વાવરડાનો યુવાનને પકડી પાડી પોલીસને સોંપી દીધો હતો.
પ્રાંત કચેરી ગીરગઢડા રોડ ઉપર આવેલ છે ત્યાં કચેરીના મેદાનમાં પાર્કીંગ સ્થળ ઉપર કર્મચારીઓ તથા અરજદારો વાહન પાર્ક કરે છે. છેલ્લા ઘણા સમયથી વાહનમાંથી પેટ્રોલ ચોરાતું હોય. સી.સી.ટીવી કેમેરા જોતા યુવાન દેખાયો હતો અને કર્મચારીએ વાહનમાથી પેટ્રોલ ચોરતા જોઇ જતા બાઇક મૂકી શખ્સ નાસી ગયો હતો. બાઇક લેવા થોડા સમય પછી પાછો આવતા કર્મચારીએ પકડી પૂછપરછ કરતા તેમનું નામ અક્ષય ધીરૂભાઇ જાતે મોચી મૂળ ઉના તા.ના વાવરડા ગામનો હાલ સુરત રહે છે.
પ્રાંત અધિકારી મહેન્દ્રભાઇ પ્રજાપતિએ ઉના પોલીસને બોલાવી આ અક્ષયને સોંપેલ છે. તેની સાથે તેની ટોળકી બીજો શખ્સ કોણ અને અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ ? તેની તપાસ ઉનાના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ. ચૌધરી તથા સ્ટાફ કરી રહ્યા છે.