સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th November 2019

કચ્છ જિલ્લા ભાજપ ૬ મંડળોના હોદ્દેદારો

ગાંધીધામ,ભચાઉ અને તાલુકા મંડળોના પ્રમુખ-મહામંત્રીઓની નિમણુંકો

ભૂજ તા.૧૫ : સંગઠન સંરચના અંતર્ગત કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ દ્વારા પ્રદેશ ભાજપ સાથે ચર્ચા પરામર્શ કરીને કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર તાલુકા, ભચાઉ શહેર - તાલુકા, રાપર શહેર-તાલુકા મંડળોના પ્રમુખ તથા મહામંત્રીઓની નિમણુંક કરાઇ હતી. જે અંતર્ગત ગાંધીધામ શહેર અને તાલુકા મુકામે જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઇ હુંબલ તથા ભચાઉ શહેર-તાલુકા અને રાપર શહેર તાલુકા મધ્યે જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા સંરચના અંતર્ગત પક્ષનું મેન્ડેટ લઇને ઉપસ્થિત રહ્યા હતા.

નિમણુક પામેલ છ મંડળોના પ્રમુખ - મહામંત્રીઓમાં ગાંધીધામ તાલુકો પ્રમુખ બાબુભાઇ બચુભાઇ ગુજરીયા, મહામંત્રી, દેવેન્દ્રસિંહ હિંમતસિંહ જાડેજા અને શૈલેષભાઇ બાબુલાલ લાવડીયા, ગાંધીધામ શહેર પ્રમુખ પુનીતભાઇ હરીશચંદ્ર દુધરેજીયા, મહામંત્રી તારાચંદભાઇ મુરજમલ ચંદનાણી અને વિજયસિંહ પ્રતાપસિંહ જાડેજા, ભચાઉ તાલુકો પ્રમુખ વાઘજીભાઇ દેવકરણ છાંગા, મહામંત્રી ગંભીરસિંહ ભરતસિંહ જાડેજા તથા રાજાભાઇ કાનજીભાઇ મણોદરાની વરણી કરવામાં આવી છે.

ભચાઉ શહેર પ્રમુખ ઉમીયાશંકર નટવરલાલ જોશી તથા મહામંત્રી રાજેન્દ્રભાઇ અરજણભાઇ ઠકકર અને ઇન્દ્રસિંહ ગોવુભા જાડેજા, રાપર તાલુકો પ્રમુખ નશાભાઇ સામતભાઇ દૈયા, મહામંત્રી રામજીભાઇ સબરાભાઇ ચાવડા તથા કાનજીભાઇ કરશનભાઇ ભ્રાસડીયા, રાપર શહેર પ્રમુખ ઉમેશભાઇ મુરજીભાઇ સોની, મહામંત્રી નીલેશભાઇ રામજીભાઇ માલી અને ભીખુભા હરિસિંહ સોઢાની વરણી કરવામાં આવી છે.

ગાંધીધામમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિ.પં.પુર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા, જિલ્લા સહ સંરચના અધિકારી છાયાબેન ગઢવી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભચાઉ અને રાપર બંને સ્થળોએ જિલ્લા ભાજપ સંરચના અધિકારી અને બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભચાઉ ખાતે માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. રાપર મધ્યે જિ.પં. પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, જિલ્લા ભાજપ મંત્રી વિરજીભાઇ મોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાનુ કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસીકલાલ ઠકકરની યાદીમાં જણાવાયુ હતુ.

(11:23 am IST)