સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th November 2019

કાજલી યાર્ડમાં મગફળીની ધુમ આવક

પ્રભાસપાટણઃ વેરાવળ તાલુકાના કાજલી માર્કેટીંગ યાર્ડમાં મગફળી, સોયાબીન, સહિતના ચોમાસા પાકોની જોરદાર આવકો થઇ રહેલ છે. અને મગફળીથી સમગ્ર વિશાળ જગ્યા ધરાવનાર યાર્ડ છલકાયેલ છે. હાઇવે રોડ ઉપરનુ યાર્ડ ખેડૂતોને અનુકુળ યાર્ડ આવેલ હોવાથી  ખેડૂતોને ખૂબજ સરળતા રહે છે. તેમજ વિશાળ જગ્યામાં  સુવિધા સાથેનું અદ્યતન યાર્ડ આવેલ છે. જેમા઼ માલ રાખવા માટે મોટા શેડ તેમજ વેપારીઓના દુકાનોની સામે મોટા છાપરા આવેલ હોવાને કારણે વરસાદ-પાણીને કારણે માલને નુકશાન થતુ નથી તેમજ વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને આવવામા સરળતા રહેશે. યાર્ડના ચેરમેન ગોવિંદભાઇ પરમારની સિધી દેખરેખ હેઠળ તમામ ખરીદી થઇ રહેલ છે. જેથી ખેડૂતો અને વેપારીઓને કોઇ જાતની અગવડતા પડતી નથી અને ખેડૂતોને સારા ભાવો મળવાને કારણે વેરાવળ-સુત્રાપાડા તાલુકા સહિત આજુબાજુના વિસ્તારોમાંથી ખેડૂતો વહેલી સવારથી ઘસારો જોવા મળે છે. તેમજ યાર્ડના તમામ કર્મચારીઓ ખેડૂતોને અગવડના પડે તે માટે સતત મહેનત કરી રહેલ છે. યાર્ડમાં મગફળી ઠાલવતા ખેડૂતોની તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ( પ્રભાસપાટણ)

(11:16 am IST)