સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th November 2019

ઉના પાસે કૂતરૃં આડું ઉતરતા બોલેરો પલટી મારી ગઇઃ બગસરાના ગૌસ્વામી પરિવારના ૧૦ને ઇજા

ઉના તા.૧૫: ઉના પાસે રોડમાં આડુ ઉતરેલા કૂતરાને બચાવવા જતાં બોલેરો પલટી મારી જતાં બગસરાની ગૌસ્વામી પરિવારના ૧૦ સભ્યોને ઇજા થઇ હતી.

ઉના તુલસીશ્યામ રોડ કંસારી ગામ નજીક બગસરાથી દીવ ફરવા આવેલ એક પરિવારના સભ્યો બોલેરો પીકપમાં પરત ઘરે જતી વખતે અકસ્માત સર્જાતા બોલેરો પલટી ખાતા પરિવારમાં તમામ બાળકોને તેમજ મહિલાઓને સહિતના લોકોને ગંભીર ઇજા થતાં તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મહેશભાઇ નટુ પુરી ગોસ્વામી સંજયભાઇ ધીરજ પુરી ગોસ્વામી હીનાબેન સંજયભાઇ ગોસ્વામી જ્યોતિબેન ભાવેશભાઇ ગોસ્વામી નિકુંજ રમેશભાઇ ગોસ્વામી જગદીશ પરી સપનાબેન ધીરૂભાઇ ગોસ્વામી જતીન પ્રફુલભાઇ રહે બધા બગસરા જીલ્લો અમરેલી એક પરિવાર દસ થી વધુ સભ્ય બાળકો મહિલાઓ પુરૂષો સહિતના આરોપી કપમાં બુધવારે દિવસ ફરવા આવેલ હતા સવારે આ પરિવાર પરત બગસરા ઘરે જવા નીકળ્યા હતા આ વખતે ઉના તુલસી શ્યામ રોડ ઉપર ભાચા ગામની વચ્ચે રસ્તા પર શ્વાન આડું ઉતરતા બુલેરો પીકપ ના ડ્રાઇવર સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા અચાનક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો.

રસ્તા પરથી પસાર થયેલા વાહનોએ વાહનચાલકો એકત્રિત થઇને ૧૦૮ને કોલ કરતા રાજાભાઇ ગજ્જર મયુરભાઇ ખંભાત તાત્કાલિકએ એમ્બ્યુલસ લઇને ઘટના સ્થળે પહોંચી ગયેલા અને સરકાર માટે ખસેડવામાં આવ્યા હતા.

(1:07 pm IST)