સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th November 2019

બગસરાના શાપર ગામે ૧૧ લાખનો દારૂ પકડાયો

બગસરા,તા.૧૫: બગસરા તાલુકાના સાપર ગામે પી આઈ એચ.કે. મકવાણાની ટિમ દ્વારા સાપર ગામના વિનુભાઈ વેકરીયાની વાડીએ વહેલી સવારના  બાતમીના આધારે રેડ કરવામાં આવેલ હતી જેમાં આ વાડીમાંથી ઇંગલિશ દારૂની બોટલનંગ ૩૩૯૬ કિંમત રૂ૧૧લાખ ૮હજાર આઠસો તેમજ આ વાડીમાંથી સ્વીફ્ટ કાર ટ્રેકટર છોટાહાથી વાહન સહિત કુલ રૂપિયા ૨૨લાખ આઠ હજાર આઠસોના મુદામાલ કબ્જે કર્યોછે આ રેડમાં મધુભાઈ પોપટ ડામોરભાઈ જીતુભાઇ ગઢવી શકિતસિંહ વાઘેલા સહિતનો સ્ટાફ જોડાયેલ હતો ફરિયાદ હેડ કોન્સ્ટેબલ મધુભાઈ પોપટ દ્વારા દાખલ કરવામાં આવેલછે આ કેસની તપાસ પી.આઈ મકવાણા કરી રહ્યાછે.

(11:11 am IST)