સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th November 2018

પોરબંદર યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

પોરબંદર તા.૧૪, સમગ્ર રાજયની સાથે પોરબંદર માર્કેટીંગ યાર્ડ ખાતેથી અગાઉ નોંધણી થયા મુજબ તા. ૧૫ નવેમ્બરથી મગફળીની ખરીદી નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારશ્રી દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સિઝન ૨૦૧૮-૧૯ અન્વયે મગફળીની ખરીદી માટે ગુજરાત સરકારશ્રીની એજન્સી તરીકે ગુજરત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. ની પસંદગી થયેલ છે.

પ્રતિ ખેડૂતના મગફળીના વાવેતર વિસ્તારની મર્યાદામાં હેકટર દીઠ મહતમ ૧૮૩૬ કિગ્રા મગફળી નો જથ્થો ખરીદી શકાશે અને પ્રતિ દિન પ્રતિ ખેડૂત પાસેથી મહતમ ૨૫૦૦ કિગ્રા(૭૧ બોરી) મગફળી ખરીદી સકાશે. મગફળી ૧૦૦ કિગ્રા ના બારદાનમાં ૩૫ કિગ્રાની ભરતી રહેશે. નિયત ગુણવતાવાળી એટલે કે જાડી મગફળીમાં ૬૫નો ઉતારો, ઝીણી મગફળી માટે ૭૦નો ઉતારો, મહતમ ૮% ભેજ, માટી કાંકરા અને અન્ય કચરા વગર ની મગફળી ખરીદવામાં આવશે. તેમ નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ- ગુ.રા.ના.પુ.ની.લી.પોરબંદરની યાદીમાં જણાવાયુ છે.

(11:10 am IST)