સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th October 2021

જામનગરના ખીજડિયા-ઠેબા વચ્ચે પેટ્રોલ ભરેલ ટેન્કર પલ્ટી ગયું

જામનગર : જામનગર-રાજકોટ હાઇવે પર ખીજડિયા અને ઠેબા વચ્ચે હાઇવે પર પેટ્રોલ ભરેલું ટેન્કર પલ્ટી ગયું હતું. વહેલી સવારે બનેલી આ ઘટનાને લઈને તાત્કાલિક ફાયરબ્રિગેડ ને જાણ થતાં જ ફાયરબ્રિગેડ નો કાફલો દોડી ગયો હતો. જ્યાં પેટ્રોલ ભરેલ જીજે-૧૪-ડબલ્યુ-૩૧૩ર નંબરનું ટેન્કર એસ્સાર થી રાજુલા જતા પલ્ટી મારી ગયાની ઘટના ને પગલે તાત્કાલિક પહોંચી કામગીરી હાથ ધરી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:17 pm IST)