ઉના પાસે જુગાર રમતા ૮ શખ્સો ર૭ હજારની રોકડ સાથે ઝડપાયા
ઉના તા. ૧પ :.. પોલીસે કંસારી રોડ ઉપર હોટલ પાછળ જૂગાર રમતા ૮ શખ્સોને જૂગાર રમતા રોકડા રૂપીયા ર૭૪૮૦ સાથે પકડી લીધા હતાં.પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીની સુચનાથી સર્વેલન્સ ઉના પોલીસની ટીમ પોલીસ હેડ કોન્સ્ટેબલ પી. પી. બાંભણીયા, વિશાલ અભેસિંહા, સંદિપસિંહ વલ્લભભાઇ ઝણકાટ, કનુભાઇ નાજાભાઇ તથા સ્ટાફે બાતમીના આધારે ઉનાથી કંસારી ગામ જતા રોડની જમણી બાજુ શ્યામ નામની હોટલ પાછળ જાહેરમાં રૂપિયાની હારજીતનો જૂગાર રમતા ઇકબાલશા રજબસા બેલીમ (ઉના), દિલાવરસા મહેબુબસા બેલીમ (ઉના), રજાક મુગલભાઇ સંધી (ઉના), કયુમ જહાગીરી સીદીકી (ઉના) શબીરખાન ઉમરખાન પઠાણ (ઉના), બાપુશા હિદાયતશા શામદાર, જેનુલશા રજબશા, શાબાનાશા હિદાયતશા રે. તમામ ઉના વાળાને જુગારનું સાહિત્ય ત્થા રોકડા રૂપિયા ર૭ હજાર ૪૮૦ સાથે પકડી ઉના પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.