News of Tuesday, 15th October 2019
પોરબંદરમાં પોલીસ કર્મીઓના દિવાળી પહેલા ચડત ભથ્થાની રકમ ચુકવી આપવા માંગણી
પોરબંદર, તા. ૧૫ :. પોલીસ કર્મચારીઓએ રજા દરમિયાન બજાવેલ ફરજ અંગેના ભથ્થા ૪ થી ૫ મહિનાથી ચુકવાયા નથી. દિવાળી પહેલા ચડત ભથ્થાની રકમ તથા નિયમીત પગાર ચુકવી આપવામાં આવે તેવુ પોલીસ કર્મીઓ ઈચ્છી રહેલ છે.
સમયસર પગાર થતો ન હોય તેમજ ભથ્થાની ચડત રકમ ચુકવાતી ન હોય પોલીસ કર્મીઓ તહેવાર સમયે આર્થિકભીંસમાં આવી જાય છે. દિવાળી પહેલા નિયમિત પગાર તથા ચડત ભથ્થા ચુકવવા માંગણી થઈ રહી છે.
(11:57 am IST)