સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th October 2018

પોસ્ટ વિભાગ દૂર સુધીના માનવીનો ભરોસો જાળવવા કટીબધ્ધ બનેઃ સાંસદ વિનોદ ચાવડા

ભુજ ખાતે નવી બનેલી અદ્યતન સોર્ટીગ ઓફિસના લોકોર્પણ પ્રસંગ્રે પ્રેરક ઉધ્બોધન

ભુજ, તા.૧૫: પોસ્ટ વિભાગ આધુનિક યુગના નવા-નવા આયામો સર કરવા સાથે પોતાની નવી ઓળખ ઊભી કરીને છેવાડાના માનવીનો ભરોસો અને વિશ્વાસ જાળવી રાખવા કટ્ટીબધ્ધ બનીને આમજનતાને ફરજ સાથે સરળ અને ઉત્ત્।મ સેવાનું માધ્યમ બની રહેશે, તેમ  ભુજ ખાતે આર.એમ.એસ. શોર્ટીંગ ઓફિસનાં લોકાર્પણ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું.

 ભુજ ખાતે આર.એમ.એસ. રાજકોટ ડીવીઝન હેઠળની ભુજની નવી સોર્ટીંગ ઓફિસનું સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે રીબીન કાપી ઉદ્દદ્યાટન કરાયાં બાદ ઉદ્દદ્યાટન સમારોહને સંબોધતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં દેશ પરિવર્તનની દિશામાં આગળ ધપી રહયો છે, ત્યારે નવા આયામો સર કરતાં પોસ્ટ વિભાગના કર્મયોગીઓ વર્ષોની તેમની ભરોસાપાત્ર કામગીરી સાથે લોકાભિમુખ બનીને પુનઃ અગ્રેસર બની રહેશે, તેવી અભિલાષા વ્યકત કરી હતી.

આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સી.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, સમાજને ફરજની સાથે સેવા આપતાં પોસ્ટ વિભાગે તેની જનમાનસમાં પડેલી વિશ્વસનીયતા હજી ગુમાવી નથી, 'મેરા દેશ બદલ રહા હૈ'ની જેમ એક પછી એક નવા આયામો અને આધુનિક સુવિધાથી સજ્જ બની રહયું છે, તેમ વધુમાં ઉમેર્યું હતું.  

રાજકોટ ઝોનના ટી.એન.મલીકે કાર્યક્રમના પ્રારંભે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતાં ૨૦૦૧ ના ભૂકંપમાં સોર્ટીંગ કચેરી તૂટી ગયા પછીની ટપાલ વિભાગ સાંપડેલી અદ્યતન અને સુંદર ઓફિસ આખા ગુજરાતમાં આવી આર.એમ.એસ. કચેરી નહીં હોય તેમ જણાવ્યું હતું.

     પોસ્ટ વિભાગના અધિક્ષક બી.પી. સારંગીએ કચ્છ દેશનો સરહદી અને સૌથી મોટો જિલ્લો હોવાની સાથે આર્મી, એરફોર્સની શીડ્યુઅલ ડિસ્પેચ હેન્ડલ કરે છે, તેમ જણાવી પાર્સલની કામગીરી પણ વધી હોવાનું ઉમેર્યું હતું.

     આ પ્રસંગે ભુજ નગરપાલિકા અધ્યક્ષા લતાબેન સોલંકી, ભુજ તા.પં. પ્રમુખ હરેશ ભંડેરી, પાલિકા ઉપાધ્યક્ષ ડો. રામભાઈ ગઢવી, કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા, ભાડાના પૂર્વાધ્યક્ષ  કિરીટભાઈ સોમપુરા, જયમલભાઈ રબારી, ભરત સંઘવી, પોસ્ટ વિભાગના એસ.એસ.પી.ઓ. એલ.સી. જોગી, આર.આર.વિહડા, મમતાબેન રાણવા, ભરતભાઈ ભાવસાર સહિતના પોસ્ટ વિભાગના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન પોસ્ટ  વિભાગના રીઝવાન ખોજાએ જયારે આભારદર્શન એસ.આર.ઓ. ડી.એન.દેસાઇએ કર્યું હતું.(૨૨.૨)

(12:21 pm IST)