લોધીકાના રાવકી પાસે બે બાઇક સામ સામે ભટકાતા કમલેશભાઇ પટેલનું મોત
રાજકોટ, તા. ૧પ : લોધીકાના રાવકીના માખાવડ રોડ પર બે બાઇક સામ સામે ભટકાતા પટેલ યુવાનનું મોત નિપજયું હતું.
મળતી વિગત મુજબ લોધીકાના માખાવડમાં રહેતા અને રાજકોટ મવડી ગામમાં ત્રાપા ટેકાનો ડેલો ધરાવતા કમલેશભાઇ માવજીભાઇ રામાણી (ઉ.વ.૩પ) પરમ દિવસે પતોાના ડેલેથી જીજે-૩-બીઆર-૮૮૯૭ નંબરનું બાઇક લઇને રાજકોટથી માખાવડ જતા હતા. ત્યારે રાવકીમાં માખાવડ રોડ પર જીજે-૩-જેએમ-૬૬ર૯ નંબરના બાઇક ચાલકે પોતાનું બાઇક પૂરઝડપે ચલાવી કમલેશભાઇના બાઇક સાથે અથડાવતા કમલેશભાઇ ફંગોળાઇ ગયા હતા. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને કમલેશભાઇને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
મૃતક કમલેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. આ અંગે લોધીકા પોલીસે બાઇક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી એસએસઆઇ જી.સી. જાડેજા તથા અજયસિંહે તપાસ આદરી છે.