સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th October 2018

ભાણવડના રાણપર ગામે સાડા પંદર લાખનો વિદેશી દારૂ કબ્જેઃ આરોપી છૂ

ભાણવડ તા.૧૫: દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સુચના અને મદદનિશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ મદદનિશ પોલીસ અધિક્ષક કચેરીનો સ્ટાફ બરડા ડુંગરમાં કોમ્બીંગમાં હતો તે દરમિયાન મદદનિશ પોલીસ અધિક્ષક કચેરીના પો.કોન્સ. દેવાભાઇ આત્યાભાઇ મોઢવાડીયાને હકીકત મળેલ કે રાણપર ગામના પોપટ આલા કોડિયાતર, સુદા આલા કોડિયાતર, કરમણ જગા કોડિયાતર તેમજ લાખા રામા કોડિયાતર નામના બુટલેગરોએ બરડા ડુંગરના ધામણીનેશ તરફ જતા રસ્તાની બાજુમાં આવેલ વિડી વિસ્તાની જુની પથ્થરની ખાણોમાં મેરામણ રાજા મોરીના રહેણાંક મકાનની પાછળના ભાગે વિદેશી દારૂનનો મોટો જથ્થો છુપાવેલ છે જેને આધારે બન્ને કચેરીના સ્ટાફે સંયુકત દરોડો પાડતા હકીકત વાળી જગ્યાએથી વિદેશી દારૂની કુલ પેટી નંગ-૩૨૪, બોટલ નંગ-૩૮૮૮ કિંમત રૂ. ૧૫ લાખ પપ હજાર બસ્સોનો જથ્થો મળી આવ્યો હતો. જયારે રેડ દરમ્યાન આરોપીઓ નાસી છુટવામાં સફળ રહયા હતા. હેડ કોન્સ. આર.વી. ચાવડાની ફરિયાદને પગલે પ્રોહિ. એકટ કલમ ૬૫(એ), ૬૫(ઇ), ૮૧, ૮૩ મુજબ ગુન્હો નોંધી ફરારીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ભાણવડ તાલુકા પંચાયતના બીજેપીના પુર્વ કારોબારી ચેરમેન અને હાલ સદસ્ય પોપટ આલા કોડિયાતર લાખો રૂપિયાના દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ છે તેમ છતાં તેના પર પાર્ટી લેવલેથી કોઇ પગલા લેવામાં ન આવતા લોકોમાં આશ્ચર્ય ચર્ચાઇ રહ્યું છે કે એક બાજું ભાજપ સરકારે કડક દારૂબંધીના કાયદાની અમલવારી માટે વાત કરી રહી છે ત્યારે આગામી દિવસોમાં પાર્ટી દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએથી કડક પગલા ભરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.

(12:15 pm IST)