સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th October 2018

જામજોધપુરના સોનાવડીયા ગામની ડેમમાંથી સવા સાત લાખનો દારૂ મળ્યો : આરોપી ફરાર

જામનગર તા. ૧૫ : જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હેડ કન્સ. દેવાયતભાઈ રાણાભાઈ સઈડા એ ફરીયાદ નોધાવી છે કે, સોનવડીયા ગામની સીમમાંટપુભાઈ પરબતભાઈ હુણ, મેરૂભાઈ રામાભાઈ હુણ એ પૂર્વયોજીત કાવતરુ રચી વિદેશી દારૂ કુલ બોટલ નંગ–૧૪પર કુલ કિંમત રૂ.૭ર૬,૦૦૦નો મંગાવી સીમમાં આવેલ ડેમમાં ઉતારી વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન હાજર નહીં મળી આવી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

જુગાર રમતા ચાર ઝડપાયા

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના હેડ કોન્સ. દિલીપભાઈ નાગરભાઈ તલાવડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, બેડેશ્વરમા જી.ઈ.બી.ની પાછળની ગલીમાં હનીફભાઈ હુશેનભાઈ જોખીયા, હુશેનભાઈ યુસુફભાઈ સમા, મહેબુબભાઈ રજાકભાઈ સંઘાર, અલારખા ઈશાકભાઈ હાલેપૌત્રા, સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા  રૂ.૭૪૮૦૦૦ રોકડા તથા ગંજીપતાના પાના નંગ–પર  મોટરસાયકલ કિંમત રૂ.૬૦,૦૦૦ કુલ મુદામાલ ૧૩૪૮૦૦ની સાથે ઝડપાઈ ગયેલ છે.(૨૧.૧૬)

(12:15 pm IST)