સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th October 2018

કાલાવડ પંથકના ખેડૂતોનો અનોખો વિરોધ :ખેરડી ગામે 10 ગામના ખેડૂતો ઉમટ્યા :ડેમમાં ગરબા રોષ ઠાલવ્યો

તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ : ખેડૂતો દેવા માફ, દિવસના સમયે વીજળી, પીવાનું પાણી, પશુઓને ઘાસચારો આપો

જામનગર: કાલાવડના ખરેડી ગામે 10 ગામના ખેડૂતોએ એકઠા થઈને વિવિધ માંગો મુદ્દે આકરુ વિરોધ પ્રદર્શન યોજ્યુ છે. અને તેઓએ ગાંધીનગર સુધી રેલીની ચીમકી ઉચ્ચારી છે. 10 ગામના ખેડૂતો અને સરપંચોએ કાલાવડ ખાતે એકત્ર થયા હતા. અને ત્યાં ઢોલ નગરા, નનામી, પોસ્ટર, દેખાવો સાથે પ્રદર્શન યોજ્યુ છે. મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ આ રેલીમાં જોડાઈ છે. તેઓએ દૂધ અને ડુંગળી સહિતના શાકભાજી ઠાલવીને વિરોધ દર્શાવ્યો છે.

10 ગામના ખેડૂતો ખેરડી ગામ ખાતે આવેલા ડેમમાં પહોંચ્યા હતા અને ત્યાં મહિલાઓએ ગરબે ઘુમી વિરોધ વ્યક્ત કર્યો હતો. 10 ગામના ખેડૂતો દેવા માફ, દિવસના સમયે વીજળી, પીવાનું પાણી, પશુઓને ઘાસચારો આપવાની કરવાની માંગ કરતા જોવા મળ્યા છે. તો સાથ જ કાલાવડને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે.

 વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા ખેડૂતોએ ખાલી માટલા દર્શાવી તેના પર પાણી નથીના પોસ્ટર મુકી વોરોધ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયેલી બહેનોએ સરકારના છાજીયા લીધા હતા. તો સાથે જ નનામી કાઢીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

(12:08 pm IST)